વાંચન વલોણું
સંચાલિત
શ્રી નાનજીભાઈ વેકરીયા ડિજિટલ લાઇબ્રેરી
ડિજિટલ લાઇબ્રેરી એટલે શું?
ડિજિટલ લાઇબ્રેરી (જેને ઓનલાઈન લાઇબ્રેરી, ઇન્ટરનેટ લાઇબ્રેરી, ડિજિટલ રિપોઝીટરી, દિવાલો વગરની લાઇબ્રેરી અથવા ડિજિટલ સંગ્રહ પણ કહેવાય છે) એ ડિજિટલ સંસાધનોનો એક ઓનલાઈન ડેટાબેઝ છે જેમાં ટેક્સ્ટ, ફોટા (ઈમેજ), ઑડિયો, વીડિયો, ડિજિટલ દસ્તાવેજો અથવા અન્ય ડિજિટલ મીડિયા ફોર્મેટ અથવા ઇન્ટરનેટ દ્વારા તેને લોકોને સુલભ બનાવાય છે.
ડિજિટલ લાઇબ્રેરીનો ઉદ્દેશ
ડિજિટલ માધ્યમો દ્વારા લોકો સુધી ગુણવત્તાયુક્ત વાંચન સુલભ બનાવવું.
સોસીયલ મીડિયા ઉપર માહિતીના ઘૂઘવતા દરિયામાંથી પસંદગીના મુલ્યવાન વાંચનરૂપી મોતીઓને શોધી, જરૂર પડ્યે તેને ઘસી સાફ સુથરા કરી, ચળકતા કરી તેનું પુનઃ ડિજિટલ સર્જન ,સંગ્રહ અને વહેંચણી માટે તેની જાળવણી કરવી જેથી લોકો ગમે ત્યા ગમે તે સમયે તે પ્રાપ્ત કરી શકે.
ડિજિટલ લાઇબ્રેરી શા માટે?
- બાળકોને સુધી સારા પુસ્તકો પહોંચે.
- યુવાનો ટચુકડા લખાણો વાંચી નાખવાની આદત સ્થાને વાંચનની નિયમિત સુટેવ કેળવે.
- વરિષ્ઠ નાગરિકોને અર્થપૂર્ણ અને ગમતીલું વાંચન મળે.
- સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારોને વિનામૂલ્યે સંસાધનો પ્રાપ્ત થાય.
- સાંસ્કૃતિક અને પ્રેરણાદાયી સાહિત્ય બધાને હાથવગું થાય.
ડિજિટલ લાઇબ્રેરી અંતર્ગત પ્રવૃત્તિઓ
- શોસીયલ મીડિયાનાં વિવિધ પ્લેટફોર્મ થકી પુસ્તકો અંગે માહિતીનું પ્રસાર અને પ્રચાર કરવો.
- વાંચનથી શ્રેષ્ઠ જીવનના ઘડતરની પ્રેરક વાતો ને વૈશ્વિક ફલક પરથી શોધી લોકો સુધી પહોંચતી કરવી.
- જાહેર ડોમેન પુસ્તકો, પ્રકાશક દ્વારા પરવાનગી આપવામાં આવેલી સામગ્રી, ઓપન-એક્સેસ સંસાધનો, લેખક દ્વારા દાન કરાયેલ કૃતિઓ વગેરે ડિજિટલ પુસ્તકો (E-book)/ ડોક્યુમેન્ટ્સ અથવા સ્ત્રોતની લીન્કને વેબસાઈટ દ્વારા સાર્વજનિક કરવી.
- ઓનલાઈન વેબિનાર દ્વારા પુસ્તક પરિચય (Book Talk) નું આયોજન કરવું.
- વાંચનવલોણું અંતર્ગત સર્જિત લાઈબ્રરીના પુસ્તકોનો ડેટાબેઝ જાળવવો.
- ગુજરાતી ભાષાની ભૂતકાળની ભુલાતી જતી શ્રેષ્ઠ પુસ્તક કૃતિઓને ડિજિટલ સ્વરૂપમાં ફેરવી તેની જાળવણી કરવી.
ઋણ સ્વીકાર
વાંચનવલોણું દ્વારા સંચાલિત શ્રી નાનજીભાઈ વેકરીયા ડિજિટલ લાઇબ્રેરી નાં નિર્માણ માટે જુનાગઢના લોકનેતા અને શિક્ષણવિદ સ્વ. નાનજીભાઈ વેકરીયા દ્વારા સ્થાપિત જુનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી આર્થિક યોગદાન પ્રાપ્ત થયું છે.
:::: સૂચન અને સહયોગ માટે સંપર્ક :::::
| 94262 25882 એલ. વી. જોશી પ્રમુખ | 94092 19409 વીરેન્દ્ર ભટ્ટ સંયોજક | 98242 98636 ભાવેશ જાદવ સંયોજક |




