મૂક્તધારા ફાઉન્ડેશન સંચાલિત ‘વાંચન વલોણું’ દ્વારા

જન્માષ્ટમી વિશેષ વાંચન શિબિર
• તારીખ : 30-8-2026
• સમય : સવારે 9 થી 11
• સ્થળ : ગાર્ડન કાફે,જુનાગઢ
સંપર્ક/રજીસ્ટ્રેશન : ફક્ત આપનું નામ whatsapp કરો મોબાઈલ –વૉટ્સઅપ :. 90540 12412
શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પર્વ નિમિત્તે સાહિત્ય અને સંસ્કૃતિનો અનોખો સમન્વય રચવા માટે ‘વાંચન વલોણું’ દ્વારા જન્માષ્ટમી અગાઉ ” નંદઘેર વાંચન ભયો ” શિબિરનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર એક સાચા અર્થમાં કૃષ્ણમય જ્ઞાનપર્વ બની રહેશે, જ્યાં બાળકો અને સાહિત્યપ્રેમીઓ પુસ્તકોના માધ્યમથી જગદગુરુ કૃષ્ણં વંદે થકી ઉલ્લાસના રંગોમાં રંગાશે.
આ બે કલાકની વિશેષ શિબિરમાં ઉપસ્થિત સૌ વાચકો પોતાની મનપસંદગીનું કોઈ પણ પુસ્તક સાથે લાવીને શાંતિપૂર્ણ અને ઉત્સાહવર્ધક વાતાવરણમાં વાંચનનો આનંદ માણી શકશે. આયોજકો તરફથી પણ મનમોહક વાંચન સામગ્રી ઉપલબ્ધ રહેશે.
કાર્યક્રમના મુખ્ય આકર્ષણો:
• વાંચનાન્દ : સહભાગીઓ ૧ કલાક સુધી પોતાની પસંદગીના પુસ્તકનું સ્વતંત્ર વાંચન કરશે.
• મમ્મી-પપ્પા સાથે ભાગીદારી : બાળકો આ શિબિરમાં પોતાના મમ્મી-પપ્પા સાથે પણ આવી શકે છે, જેથી પરિવાર સાથે વાંચનનો ગુણવત્તાસભર સમય વિતાવી શકાય.
• કાનાના ગીતો : શિબિરના અંતમાં નંદલાલાના મધુર ગીતો અને ધૂનની રમઝટ જામશે.
• બાલકૃષ્ણ સાહિત્ય ગોષ્ઠી : વાંચન બાદ કાર્યક્રમના અંતિમ ચરણમાં કૃષ્ણ જીવન, સાહિત્ય અને વાંચેલા પુસ્તકોના અનુભવો પર એક નાની અને ભાવસભર બાલકૃષ્ણ ગોષ્ઠી યોજાશે.
નવી પેઢીમાં સંસ્કાર અને વાચનપ્રીતિ વધારવાના આ ભગીરથ કાર્યક્રમમાં તમામ બાળકો, વાલીઓ અને પુસ્તકપ્રેમીઓને સહપરિવાર પધારવા માટે ‘વાંચન વલોણું’ પરિવાર તરફથી સ્નેહભર્યું નિમંત્રણ છે.






Leave a Reply