પુસ્તક: ‘ભારતમાં વિજ્ઞાનની પરંપરા’

૧૨મી સપ્ટેમ્બર, ૨૦૨૬, શનિવારે જૂનાગઢમાં મુક્તધારા ફાઉન્ડેશન દ્વારા પુસ્તક પરિચય કાર્યક્રમનું આયોજન
જુનાગઢ શહેરની વાંચન પ્રિય અને સાહિત્ય પ્રિય જનતા માટે મુક્તધારા ફાઉન્ડેશન દ્વારા ચાલતું વાંચન વલોણું અનેક વિધ પ્રવૃત્તિઓ કરે છે.
શનિવાર તારીખ ૧૨ સપ્ટેમ્બરના રોજ પુસ્તક પરિચયનો આગામી મણકો યોજાવવા જઈ રહ્યો છે.
આ પુસ્તક પરિચયમાં પ્રોફેસર ડો. મનીષભાઈ જાની એ શ્રી સુરેશજી સોની દ્વારા લખાયેલા પુસ્તક ‘ભારતમાં વિજ્ઞાનની પરંપરા’ પુસ્તકનો પરિચય આપશે. અત્રે ઉલ્લેખનીય છે કે વક્તા શ્રી એ બહાઉદ્દીન સાયન્સ કોલેજના બોટની તથા ફોરેન્સિક વિભાગોના અધ્યક્ષ છે.
આ કાર્યક્રમ બહાઉદ્દીન સાયન્સ કોલેજના વિવેકાનંદ હોલ ખાતે ૧૨મી સપ્ટેમ્બર શનિવારના રોજ સાંજે ૦૬:૦૦ કલાકે રાખેલો છે. જૂનાગઢના સૌ પ્રબુદ્ધજનોને પધારવા માટે આમંત્રણ આપવામાં આવે છે.
-ડૉ. માતંગભાઈ પુરોહિત
વાઈસ પ્રેસિડેન્ટ, મુક્તધારા ફાઉન્ડેશન તથા
ડાયરેક્ટર, શ્રી પ્રેમાનંદ સ્કૂલ, જૂનાગઢ







Leave a Reply