મુક્તધારા ફાઉન્ડેશન,જૂનાગઢ
યુવાનો, વિદ્યાર્થીઓ તેમજ સમાજના દરેક વર્ગમાં વાંચનની આદત વિકસે અને વાંચન સંસ્કૃતિ દૃઢ બને — આ ઉદ્દેશ સાથે વર્ષ 2023માં જૂનાગઢ શહેરમાં “વાંચનવલોણું” સંસ્થાની સ્થાપના કરવામાં આવી.
સમાજમાં વાંચનપ્રેમને પ્રોત્સાહન આપવાના આ વિચાર પર વિશ્વાસ મૂકીને, જૂનાગઢના નગરજનો તથા સાહિત્યપ્રેમીઓએ આ સંસ્થાને ૪૫૦૦થી વધુ પુસ્તકો ભેટરૂપે અર્પણ કર્યા, જે વાંચનવલોણું માટે ગૌરવ અને પ્રેરણાનો વિષય છે.
📚 પુસ્તક પરબ
દર રવિવારે જૂનાગઢના મોતીબાગમાં ‘પુસ્તક પરબ’નું આયોજન કરવામાં આવે છે. અહીં સંસ્થાના કાર્યકરો પુસ્તકો ગોઠવે છે, અને વોકિંગ માટે આવતા વડીલો, વિદ્યાર્થીઓ, યુવાનો તથા બાળકો નિઃશુલ્ક પુસ્તકો ઘરે લઈ જઈ વાંચી શકે છે. આ પ્રવૃત્તિ વાંચનને લોકસહભાગી ઉત્સવરૂપે રૂપાંતરિત કરે છે.
📖 પુસ્તક પરિચય
સમયાંતરે વિદ્વાન વક્તાઓ દ્વારા પુસ્તક પરિચય અને વાર્તાલાપનું આયોજન કરવામાં આવે છે. નગરજનો મોટી સંખ્યામાં હાજરી આપી આ બૌદ્ધિક સંવાદનો લાભ લે છે.
🚐 હરતું ફરતું પુસ્તકાલય
પૂજ્ય મુક્તાનંદ બાપુ દ્વારા અર્પિત વાન દ્વારા “હરતું ફરતું પુસ્તકાલય” કાર્યરત છે, જે શહેરની વિવિધ પ્રાથમિક શાળા સુધી પહોંચે છે.જેથી વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યે રસ-રુચિ વધે છે.
🔭 ભાવિ યોજના
આગામી સમયમાં વાંચનવલોણું દ્વારા માતૃભાષા શિક્ષણ, શૈક્ષણિક,સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રે નવાં પ્રોજેક્ટ્સ અમલમાં મૂકવાનો સંકલ્પ છે.
આ પેજ પર અમારી વિચારધારા, દૃષ્ટિ, મિશન તથા વાંચન પ્રત્યેની અવિરત પ્રતિબદ્ધતાને શબ્દરૂપે રજૂ કરવાનો વિનમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે.




